ઉના પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં ૧૯ વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી લેવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે.
લતીપર ચોકડી પાસે ઘરફોડ ચોરીના ગુન્હા સંડોવાયેલ અને છેલ્લા ઓગણીસ વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર આરોપી ઉભો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બાતમી સ્થળે દોડી જઇ આરોપી ભોળાભાઈ રૂપાભાઈ દેવીપુજક રહે.હાલ લાલબાગની દિવાલના પટમાં મોરબી -૨ મુળ રહે. રફાડેશ્વર વણઝારાના મેલડીમાના મંદિર સામે મોરબીવાળાને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની આગવી ઢબે પુછપરછ કરી કોરોના ટેસ્ટ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે.