Wednesday, April 23, 2025

મોરબીની કિડઝી પ્રી સ્કૂલ એન્ડ સેવી ઈન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી તથા કિડઝી પ્રી સ્કૂલ & સેવી ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્રના રીજન-૨ ના રીનાવન PMSF રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબીના પ્રમુખ ટી.સી.ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેનર નાનજીભાઇ મોરડીયા, લાખનભાઇ ડાયાભાઇ કગથરા, મહાદેવભાઇ ચીખલીયા, સ્કુલના ટ્રસ્ટી લાયન બિરેન્દ્રસિંહ બી.રાઠોડ, બિનાબા રાઠોડ, ભવરસિંહ એસ.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોની સાથે રહીને વૃક્ષારોપણ કરીને વૃક્ષનો ઉછેર કરવા બાળકોને સંદેશ પાઠવ્યો હતો. અને ભવિષ્યમાં પડનારી ઓક્સિજનની જરૂરી વિશેનું મહત્વ સમજાવી બાળકોને પ્રેરિત કર્યા હતા.

આ તકે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાની પુત્રી સૃષ્ટીબા જાડેજા, સૌમ્યરાજસિંહ, અજયસિંહ જાડેજા સાથે રહીને આજના વૃક્ષારોપણ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્કૂલના ટ્રસ્ટી બિનાબા બી.રાઠોડ દ્વારા સ્કૂલના બાળકો તથા હાજર મહેમાનોને મીઠાઈ ખવડાવી સૌનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW