વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક નાના જડેશ્વર તથા મોટા જડેશ્વર વચ્ચે ગોલાઈમા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈજાગ્રસ્ત તથા તેને બીજા બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા શૈલેષભાઇ રમણીકભાઇ રાવલ એ આરોપી મોટરસાયકલ રજી નં- GJ-03-EK-4289 ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૯-૨૧ના રોજ ફરીયાદી વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક નાના જડેશ્વર અને મોટા જડેશ્વર વચ્ચે ગોલાઈમા જઈ રહ્યા હતા ત્યારે આરોપી મોટરસાયકલ રજી નં- GJ-03-EK-4289 નો ચાલક પોતાના હવાલાવાળા બાઈક પુર ઝડપે બેફિકરાઈથી રોંગ સાઈડમાં ચલાવી ફરીયાદી ના મોટરસાયકલ રજી નં-GJ-૩-AQ-9305 સાથે ભટકાડતા ફરીયાદ રોડ નીચે પડી જતા ફરીયાદીને જમણા પગમાં ફ્રેકચર કરી બાઈક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે શૈલેષભાઇ એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.