મોરબી તાલુકાના કોયલી ગામની સીમમાં આદિવાસી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામેં જીલુભાઈ ચકુભાઈ બોરીચાની વાડીએ અક્ષયભાઈ દીનેશભાઈ નાયકા (ઉ.વ.૨૦) રહે. કોયલીવાળાએ ગત તા ૧ ના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે ખસેડયા હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.