વર્ષ-૧૯૫૬ થી મોરબીમાં વકીલાત ક્ષેત્રે અગ્રેસર મોરબીના શાહ પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે આ સદાવ્રતમાં મોરબીના જાણીતા એડવોકેટ સ્વ.ગુણવંતરાય શાહ તથા તેમના ધર્મપત્નિ સ્વ.કુમુદબેન શાહના શ્રાધ્ધ નિમિત્તે તેમના પુત્ર એડવોકેટ જયેશભાઈ શાહ, એડવોકેટ સૌરભભાઈ શાહ, પૌત્ર એડવોકેટ અકીકભાઈ શાહ તથા ડો.ઉમંગભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

વર્ષ-૧૯૫૬થી મોરબીમાં વકીલાત ક્ષેત્રે કાર્યરત મોરબીના શાહ પરિવાર દ્વારા કરવામાં આવેલ આ ભગીરથ કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, જીતુભાઈ કોટક, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડિત તથા ચિરાગભાઈ રાચ્છ સહીતનાએ સમસ્ત શાહ પરિવારને બિરદાવ્યો હતો તેમજ પરિવારના મોભી સ્વ.ગુણવંતરાય શાહ તથા સ્વ.કુમુદબેન શાહને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
