મોરબીમાં પુનમ કેસેટ પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં પુનમ કેસેટ પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતો આરોપી હસનભાઈ અબ્રાહમભાઈ સુથારે (રહે. વીસીપરા. મોરબી) નેં રોકડ રકમ રૂ. ૨૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.