મોરબી: મા ભારતીના પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા બાંધકામ સમિતિનાં ચેરમેન અજયભાઈ લોરીયાએ મોરબીમાં લક્ષ્મીનગરમાં આવેલ પ્રજ્ઞાચક્ષુઓ સાથે ભોજન લઈ ઉજવણી કરાઇ હતી. આવનારા સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને નિરોગી રહે તેવી માં ભારતીને પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર ભારતમાં ઠેર ઠેર જગ્યાએ પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવાય રહ્યો હતો ત્યારે અજયભાઈ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ સાથે ભોજન લઈ અનોખી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.