હળવદ તાલુકાના વાકિયા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા છ ઇસમોને રૂ. ૨,૭૦,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના વાકિયા ગામે મહેશભાઇ કરશનભાઇ પટેલ રોટલીયુ તરીકે ઓળખાતી પોતાની વાડીના મકાનમાં માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાથી આ સ્થળે રેઇડ કરતા મહેશભાઇ કરશનભાઇ ખાવડીયા ( રહે વાંકીયા), મનોજભાઇ હસમુખભાઇ મનીપરા ( રહે. મોરબી પંચાસર રોડ રાજનગર પાસે ત્રીઍ તીનગર મુળ ગામ કુંભારીયા તા.માળીયા મિ), ભાવેશભાઇ ઉર્ફે જીગો ઉર્ફે ગોલ્ડન ભગવાનજીભાઇ મેરજા (રહે. મોરબી પંચાસર રોડ શ્રીમદરાજ સોસાયટી), બાબુ લાલ પસોતમભાઇ ભાલોડીયા (રહે. મોરબી અવનીચોકડી સીયારામ એપાર્ટમેન્ટ પાંચમાં માળે જી.મોરબી), દિનેશભાઇ દયાળજીભાઇ સેરસીયા ( રહે. મહેન્દ્રનગર સી.એન.જી. પંપ સામે મીલીપાર્ક જી.મોરબી મુળ ગામ રાતાભેર તા.હળવદ જી.મોરબી), ચમનભાઇ ગંગારામભાઇ કારોલીયા (રહે.મોરબી શનાળા રોડ,ઉસીંગ પાસે અવધ-૦૪) સહિતના જુગારીયાઓને રોકડ રકમ રૂ. ૨,૭૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડેલ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.