વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં તરૂણીએ ગળેફાંસો ખાઇ લઈ આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ મૂળ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોદા દહિપુરાની વતની, હાલ વાંકાનેરના વાલાસણ ગામમાં અબ્દુલભાઇ હુશેનભાઇ સિપાઇની વાડીએ રહેતી ૧૪ વર્ષીય પીન્કીબેન જોરુઉદારભાઇ રાઠવા એ ગઈકાલના રોજ કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.