Thursday, April 24, 2025

વિરપર ગામે ખરાબાની જમીનમાં કબજો કરનાર મોરબીના શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે કબજો કરનાર મોરબીના શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સરકારી ખરાબાનાં સ.નં.૩૯૬ પૈકી ૩૦/પૈકી ૧ ની જમીન ૨૦૨૩-૦૦ ચો.મી. વાળી જમીન હડપ કરી જવાના ઇરાદે રમેશ બધાભાઇ રબારી ( રહે. એમ-૫૫/૩૧૦, ન્યુ.ગુ.હા.બોર્ડ,શનાળા રોડ,મોરબી) એ ગેરકાયદે કબજો કરતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), પ(ગ) મુજબ ગુન્હો દાખલ કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW