માળીયા (મી.) તાલુકાના રાપર ગામમાં સિરામીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાપર ગામના પાટીયા સામે એક્સસન સીરામીક વીટ્રીફાઇડમાં રહી કામ કરતા સુરેશભાઇ હિરૂસીંગ ગાડરીયા (ઉ.વ.-૧૯)ને ગત તા. ૧૩ના રોજ કોઇ કારણોસર ઈલેકટ્રીક શોક લાગવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.