Wednesday, April 23, 2025

અંજીયાસર ગામ નજીક બે બળદને કતલખાને લઇ જવાતા બચાવ્યા, આરોપી ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી કચ્છ નેશનલ હાઇવે પરથી અંજીયાસર ગામ જવાના રોડ પરથી ગૌ-વંશ બે બળદ ભરીને કતલ કરવાના ઈરાદે હેરાફેરી કરતા પીકઅપ બોલોરો ગાડી માળીયા (મી) પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ કુંજા  (ઉ.૩૨)એ બોલેરો યુટીલીટી નં- GJ-12-AY-3196 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, મોરબી કચ્છ નેશનલ હાઇવેથી અંજીયાસર ગામ જવાના રોડ ઉપર બોલેરો યુટીલીટી લઈને આરોપી જતો હતો ત્યારે તેમાં ગૌવંશ બે બળદ ક્રુરતા પુર્વક દોરડાથી ખીચોખીચ બાંધીને કતલ કરવાના ઇરાદે હેરફેર કરતાં હતા અને બોલેરો કારને મુકીને આરોપીઓ નાશી છુટયા હતા. માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૨૭૯, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ તથા પશુઓ પ્રત્યે ફુરતા પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧)(ડી) ૧૧ (૧)(ઇ) ૧૧(૧) (એફ) ૧૧ (૧) (એચ) મુજબ ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW