મોરબીના સામાકાંઠે નઝરબાગ પાછળના વિસ્તારમાં એંઠવાડ અને મૂરધીમટનનો કચરો ફેંકવા મામલે બે પડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટના અંગે બંને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી–૨, ગાંધી સોસાયટી પાસે આવેલ મફતીયાપરામાં રહેતા હિતેષભાઇ પ્રેમજીભાઇ બોસીયા એ તેમના પાડોશી નટવરભાઇ હમીરભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૬ ના રોજ સવારના મોરબીના નઝરબાગ પાછળ ગાંધી સોસાયટી પાસે આવેલ મફતીયાપરામા નટવરભાઇ હમીરભાઇ સોલંકીના રહેણાક મકાન સામે આરોપીના પરીવાર દ્રારા એઠવાડો તથા પાણી ઢોળવા બાબતે ફરીયાદી આરોપીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ ફરી.ને બેફામ ગાળો દઇ ઝધડો કરીને ઝપાઝપી કરીને આરોપીએ પોતાના હાથમા રહેલ ઇંટ ફરીને મારતા ફરીને પાછળ ગાંધી સોસાયટી પાસે આવેલ મફતીયાપરામા નટવરભાઇ હમીરભાઇ સોલંકીના રહેણાક મકાન સામે આરોપીના પરીવાર દ્રારા એઠવાડો તથા પાણી ઢોળવા બાબતે ફરીયાદી આરોપીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ ફરીયાદીને બેફામ ગાળો આપી ઝધડો કરી ઝપાઝપી કરીને આરોપીએ પોતાના હાથમા રહેલ ઇંટ ફરીને મારતા ફરીને માથામા મુંઢ ઇજા કરી હતી.
સામા પક્ષે નટવરભાઇ હમીરભાઇ સોલંકીએ આરોપી હિતેષભાઇ પ્રેમજીભાઇ બોસીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના રહેણાક મકાનની બહાર આરોપી દ્રારા મુરધીમટનનો કચરો નાખતા હોય, જેથી ફરીયાદી દ્રારા આરોપીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બેફામ ગાળો દઇ ઝધડો કરીને આરોપીએ લાકડી ફરીયાદીને માર મારતા ફરીયાદીને ડાબા હાથમા ઇજા થઈ હતી. આ બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.