મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તથા ગૌરક્ષને મળેલ બાતમી આધારે વોચ ગોઠવી અંજીયાસર ગામ નજીક 2 ગૌવંશ ભરીને ક્રુરતાપૂર્વક હાલતમાં બાંધીને લઈ જતી બોલેરોને પકડી પાડી હતી. જ્યારે બોલેરો ચાલક ત્યાંથી નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ બોલેરો ચાલક સહિત તપાસમાં ખુલ્લે તે તમામ સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
જેમાં આજ તા.૦૬ના રોજ સવારના આશરે ચારેક વાગ્યાના અરસામાં કમલેશભાઈ બોરીચાને બાતમી મળી હતી કે, એક બોલેરો યુટીલીટી નં.GJ-12-AY-3196 વાળીમા વાંકાનેર ખાતેથી બળદ ભરી રવાના થવાની છે. અને માળીયા પાસે અંજીયાસર બાજુ જનાર છે. તેવી બાતમી મળતા કમલેશભાઈ બોરીચા તેમના મિત્ર વૈભવભાઈ જીતેષભાઈ ઝાલરીયા, ચેતનભાઈ ઉર્ફે ચીનુભાઈ પાટડીયા, કિશનભાઇ રમેશભાઇ મુજારીયા, ઇશ્વરભાઈ લાધાભાઇ કણઝારીયા તથા હીતરાજસિંહ હરદેવસિંહ પરમાર, વિજયભાઇ ભગવાનભાઇ કુંભારવાડીયા, કૃપલાઇ જીતેન્દ્રભાઇ રાઠોડ સહિતના મોરબીથી અહી માળીયા ભીમસર ચોકડી પુલ ઉપર વોચમા ઉભા હતા.
ત્યારે વહેલી સવારના સાડા છ વાગ્યે ઉપરોક્ત બોલેરો યુટીલીટી નંબર G12-319 વર્ણનવાળી પસાર થતા બધાએ તેના ડ્રાઈવરને તેની બોલેરો ઉભી રખાવવા ઇશારા કરી કહેતા તે રોકાયેલ નહીં અને બોલેરો ભગાડી નાસવા લાગેલ જેથી ગૌરક્ષકોએ તેનો પીછો કરતા તે બોલેરી ચાલક પોતાની બોલેરો હાઇવે રોડ ઉપરથી અંજીયાસર ગામ જવાના રસ્તે બોલેરો મુકી નાશી ગયેલ હતો. જેની પાછળ અમો તથા અમારા માણસો દોડેલ પરંતુ બાવળની જાડીમા નાશી ગયેલ બાદ બોલેરો પાસે જઇ જોતા બોલેરોના બાગળ પાછળ રજી નંબર.GJ-12-AY 3196 જોવામાં આવેલ જે બોલેરોના પાછળના ભાગે ઠાઠામાં જોતા અંદર કુલ ૨ (બે) ગૌવંશ બળદ ખીચોખીચ દયનીય હાલતમાં ટુંકા દોરાથી ક્રુરતાપૂર્વક બાંધેલ હાલતમાં જોવામાં આવેલ અને બોલેરોના ઠાઠામા ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા જોવામાં આવેલ નહી. જેથી બોલેરો ચાલક તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરૂધ ધોરણસર કાર્યવાહી કરવા માળિયા (મિં) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.