મોરબી: સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં મોરબીના શારદા સંગીત વર્ગના વયગૃપ ૧૫ થી ૨૦માં ખેવાળીયા ગામના ચંદુ રાઠોડે ભજન અને લોકગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ આવીને મોરબી જિલ્લા અને નવયુગ સંકુલનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા પાછળ તુષાર પૈજા, તુષાર ત્રિવેદી, ભાર્ગવ દવે તથા કોરસમાં દિવ્યા ત્રિવેદી અને સોનલ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. ત્યારે શાળા- પરિવાર તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ રાઠોડ ચંદુ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓનો ધોધ વર્ષી રહ્યો છે.
