(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભગવાન શંકરની અલગ અલગ વિધિ વિધાનથી પુજા આરાધના થાય છે. ત્યારે તા.૦૫/૦૮/૨૦૨૧ ના રોજ હળવદ શરણેશ્વર મંદિર સેવક મંડળ દ્વારા રાત્રી શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં શિવ મહાપૂજાનું ખુબજ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવ મહા પૂજામાં ૧૧ અલગ અલગ દ્રવ્યોથી કરવામાં આવે છે. જેમ કે મધ, સાકર, દહી, દૂધ,પંચામૃત, તલ, શેરડીનો રસ, નાળિયેર પાણી, અક્ષત, કાળા તલ, ગંગાજળ, જેવા ૧૧ દ્રવ્યોથી ભગવાન શરણેશ્વર મહાદેવની શિવ મહાપૂજા કરવામાં આવી હતી.

શિવમહા પુજાનું આયોજન શરણેશ્વર વૈદિક પાઠશાળાના આચાર્ય ગુરુ વૈભવભાઈ જોષી અને નરેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. પુજાને સફળ બનવા શરણેશ્વર મંદિરના ટ્રસ્ટી નવલભાઈ શુક્લ, ઘનશ્યામભાઈ યાજ્ઞિક, યોગેશભાઇ ઠાકર, ભરતભાઈ જોષી, ધર્મેશ જોષી, નિલેશ ઠાકર તેમજ શરણેશ્વર મંદિરના દરેક સેવક મંડળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવમાં આવ્યો હતો.
