મને જે તક મળી છે, તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ: નિકુંજ ધુડા
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાનકડા એવા ડેરવાણ ગામે આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા અનુ.જાતિ મહિલાના પુત્ર નિકુંજ ડાયાભાઈ ધુળાએ જુલાઇ-૨૦૧૯માં યોજાયેલી જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં ૧૬માં રેન્ક સાથે ઉર્તીણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે નિકુંજકુમારની પસંદગી થય છે.
સામાન્ય પરિવારમાં જન્મેલા અને કપરી પરિસ્થિતિમાં સંધર્ષ કરી ભણેલા નિકુંજકુમાર ધુળાએ જી.પી.એસ.સી ક્લાસ-૧ ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા પ્રથમ પ્રયાસે ઉર્તણી કરી સમગ્ર સમાજનું અને કેશોદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. નિકુંજકુમાર ડેરવાણ પ્રાથમિક શાળામાં મેળવ્યું. ત્યારબાદ નવોદય વિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણ મેળવી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અને ભણવાની સાથે સાથે કોઈપણ જાતના ક્લાસીસ કર્યા વગર તેમણે જી.પી.એસ.સીની પરીક્ષાની તૈયારી કરી હતી. અને માત્ર ૨૩ વર્ષની ઉમરે જી.પી.એસ.સી ક્લાસ-૧ ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષમા પાસ કરી છે. નિકુંજકુમારના પિતાનું નાની વયે અકાળે અવસાન થતાં તેમનાં માતાએ સખત પરિશ્રમ કરીને આંગણવાડીમાં સામાન્ય નોકરી કરીને તેમને ભણાવ્યા હતા.

ત્યારે નિકુંજ કુમાર સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, મને જે તક મળી છે તે તકનો ઉપયોગ કરીને હું લોકોની આવશ્ય પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ. જેમાં ખાસ પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મારી પ્રાથમિકતા અને મહત્વનું કાર્ય રહેશે. ત્યારે જી.પી.એસ.સી પરીક્ષા બીજા પ્રત્યનને જ પાસ કરવામાં માતા-પિતા અને દાદીનો સિંહ ફાળો હોવાનું જણાવાયું હતું. સાથે સ્વર્ગસ્ય પિતા ડાયાભાઈનું અધુરૂં સપનું પુરૂ કર્યું હતું. ત્યારે જી.પી.એસ.સીની પરીક્ષા દરમ્યાન સતત કલાકો સુધી વાંચન કરી આખરે સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં નિકુંજ કુમારે યુવાનોને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, યુવાનોએ નાસીપાસ થવાની જરૂર નથી. આજના યુવાનો પોતાના લક્ષ્યમાં હારનો સામનો કરે છે. ત્યારે ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીનું પગલું ભરે છે. અને જો તમે ડિપ્રેશનમાં આવી જાવ તો વ્યસ્ત થય સાથે સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ. ડિપ્રેશનને આપણા ઉપર હાવી થવા દેશો નહી. જીવનમાં તમારા ધારેલા લક્ષ્યને ચોક્કસ સફળતા મળશે. અને અંતમાં પોસ્ટીંગ મળ્યા બાદ સમાજ માટે કંઈક કરી છુટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ત્યારે સમગ્ર કેશોદ તાલુકાનું ગૌરવ તથા અનુ.જાતિ સમાજનું ગૌરવ વધારવા બદલ નિંકુજભાઈ ધુળાનું રેલી દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માનિત કરવામાં આવી રહ્યું છે. જેમાં સમસ્ત ડેરવાણ ગામ અને કેશોદ જન સુવિધા કેન્દ્રના વિકાસભાઈ જે.બલવા દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. સાથે યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
