(અહેવાલ: જયેશ બોખાણી) મોરબી કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. અને અનેક પરિવારના સદસ્યના મોતથી પરિવારના માળા વિખાઇ ગયા હતા. અને ઘણા બધા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવતા નિરાધાર થયા હતા. ત્યારે મોરબીની દિકરી બાળકીએ કોરોના મહામારીમાં પરિવારની છત્રછાયા ગુમાવતા યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ દિકરીનો એજ્યુકેશન ખર્ચે ઉઠાવી દત્તક લીધી માનવતા મહેકાવી હતી.
મોરબીમાં કોરોના મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે મોરબી જિલ્લાના તમામ મજૂર, તેમજ તમામ જ્ઞાતિ જાતીના પરિવારને કોરોનાના કપરા સમયમાં દિન-રાત તન, મન અને ધનથી હોસ્પિટલમાં તેમજ દવા વગેરેમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને સેવાભાવી અજયભાઇ લોરીયા (ભામાશા) અગ્રેસર રહીને સેવા આપી માનતવાની મહેક મોરબીમાં પ્રસરાવી હતી. ત્યારે કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી “ત્રિશા રાઠોડ” ને આજે અજયભાઈ લોરિયાએ એજ્યુકેશન (ભણતર) આપવા માટે તમામ ખર્ચો ઉપાડી અને દતક લીધી હતી. જેથી આ કાર્યની ચોમેર પ્રસંશા થઈ રહી છે. અને અજયભાઈને અંભિનંદન પાઠવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અજયભાઈ લોરિયા “સેવા એજ સંપતિ” નામની સંસ્થા પણ ચલાવે છે. સાથે દેશના સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી, પ્રેમ અને આર્થિક મદદ કરી છે. રાજનીતિમાં રહીને પણ ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરી શકાય છે. તે યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી અજયભાઈ લોરીયાએ સાબિત કરી બતાવ્યું છે.