માળીયામિંયાણાના વેણાસર ગામે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ધણખુટને સેવાભાવી લોકોએ સારવાર અપાવી માનવતા મહેકાવી હતી.
જેમા વેણાસર ગામે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ધણખુટ પતરા જેવા ઘાતકી વસ્તુથી ઈજાગ્રસ્ત થયેલો પીડાતો હોય જેની જાણ થતા મેહુલભાઈ વરૂ ભરવાડ અને પોપટભાઈ વરૂ ભરવાડે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા શરૂ કરાયેલ નિ:શુલ્ક ફી સેવા આપતુ ફરતુ દવાખાનુ ૧૯૬૨માં ફોન કર્યો હતો. જેથી તુરંત ૧૯૬૨ ટીમ વેણાસર ગામે દોડી જઈને ઈજાગ્રસ્ત ધણખુટને સારવાર આપી હતી આમ જાગૃત નાગરીક તરીકે મુંગા અબોલ પશુ માટે ડોકટરોને બોલાવી સારવાર અપાવી ભરવાડ બંધુઓએ માનવતા મહેકાવી હતી.