માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે હજારોની સંખ્યામાં ખેડુતોની સિંચાઈ પ્રશ્ન વિશાળ રેલી નીકળી હતી સવારથી જ જુનાઘાંટીલા ગામે રેલીમાં જોડાવા જુનાઘાંટીલા સહીત આસપાસના ગામડાઓના ખેડૂતોનો પ્રવાહ ચાલુ હતો જે ૯:૩૦ વાગ્યાની આસપાસ જુનાઘાંટીલા ગામમાંથી બેનરો સાથે જય જવાન જય કિશાન મોલ બચાવવા પાણી આપોના નારા સાથે વિશાળ રેલી નીકળતા ગામ ગુંજી ઉઠ્યુ હતુ. ત્યારબાદ આ રેલી કેનાલ તરફ થરીયા હનુમાન મંદિર તરફ પ્રયાણ કર્યુ હતુ જ્યા મોટી સંખ્યામાં ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસવાના હોય રેલીમાં જોડાવા હજારો ખેડૂતો જોડાયા હતા.
માળીયામિંયાણાના છેવાડાના ૧૨થી વધુ ગામના હજારો ખેડુતોએ રોષપુર્ણ રેલી કાઢીને ઉંઘતા તંત્રને જગાડવા અને મુંગી બહેરી સરકારના કાન ભંભોળવા પાણી આપોના નારા લગાવી પાણી પ્રશ્ને વિરાટ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માળીયા બ્રાંચ કેનાલમાં ખેડૂતોની પાણીના રેલાની જેમ અનેક રજુઆતો કરી છતાય પાણી ન પહોચતા હજારો ખેડુતો સિંચાઈ પ્રશ્ને તંત્રની આડોડાઈ અને જેતે જવાબદાર અધિકારીઓ પાણી પહોચાડવા પાંગળા સાબિત થતા ૨૦૧૮ બાદ ફરી ખેડૂતોને પાણી પ્રશ્ને વિરાટ વિરોધ પ્રદર્શન કરી રોષ પ્રગટ કર્યો હતો માળીયાના છેવાડાના ૧૨થી વધુ ગામડાઓના હજારો ખેડુતોએ કેનાલના પાણીએ આગોતરૂ વાવેતર કરી નાખ્યું હોય વરસાદે પણ ખરાટાણે રોન કાઢતા પાક બચાવવા પાણી આપોની નારે બાજી સાથે જુનાઘાંટીલા ગામના પાદરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પાણી આપો મોલ બચાવવા પાણી આપો જેવા બેનરો સાથે રેલીનું કેનાલ તરફ પ્રસ્થાન કરાયુ હતું. જે થરીયા હનુમાનના માર્ગ પર આશરે બે કિલોમીટર લાંબી રોષપુર્ણ રેલી કાઢી તંત્રની ઢીલીનીતિ અને નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓની મીલીભગત સામે વિરોધ દર્શાવ્યો હતો.
જેમા આ રેલીમાં હજારો ખેડૂતો બાઈક અને પગપાળા જોડાઈ કેનાલ પર પાણી આપોની ઉગ્ન નારે બાજી કરી હતી જેમા જાણવા મળતી વિગત મુજબ ખેડુતો કેનાલ પાસે થરીયા હનુમાનના પટાંગણમાં પ્રતિક ઉપવાસ શરૂ કરી આંદોલનના મંડાણ કર્યા હતા જોકે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા ખેડુતોનો ઉકળાટ અને મિજાજ જોઈને પાણીનો રેલો ખીરઈ પહોચશે અથવા જવાબદાર આળસુ અધિકારીઓની ખુરશી સુધી પહોંચે તો નવાઈ નહી વર્ષો વર્ષ આ કેનાલમાં છેવાડાના ખેડુતોને અન્યાય થતો આવે છે ત્યારે તા.૧૯-૧૧-૨૦૧૮ના ખાખરેચી ગામે પાણી પ્રશ્ને આંદોલન બાદ ફરી મોરબી જિલ્લાના પાંગળા તંત્રની બહેરી નીતિને પાણી માટે પાણી બતાવવા હજારો ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા.
જેમા ૧૨ થી વધુ ગામના હજારો ખેડુતો માળીયા ખેડુત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોનો મોંઘામુલો સુકાતો પાક બચાવવા માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી આપવા જેવી માંગ સાથે ફરી એક વખત આંદોલનના શ્રીગણેશ કર્યા હતા અગાઉ પણ ઉગ્ર આંદોલન કર્યોનો રેલો આવતા કહેવા પુરતું પાણી છોડી ખેડુતોને ખુશ કર્યા હતા ત્યારે પાણી પ્રશ્ન કલેકટરને આવેદનપત્ર પાઠવીને આજે રોષે ભરાયેલા ખેડુતોએ જુનાઘાંટીલા નર્મદા કેનાલ પર પ્રતિક ઉપવાસ શરૂ કરીને તંત્રની નિંભરતા સામે ઉગ્ર આક્રોશ ઠાલવી જળ માટે હજારો ખેડુતો જંગે ચડ્યા હતા મુખ્ય કેનાલ પર ખેડુતો હજારોની સંખ્યામાં હલ્લાબોલ કરી જન આંદોલન શરૂ કરાયુ હતું.
જ્યા અલગ અલગ બેનરો સાથે આવેલા ખેડૂતોએ વિરાટ વિરોધ પ્રદર્શન કરી પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી જવા એકત્રીત થયા છે જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયાએ જણાવ્યુ હતુ કે પાણી નહી પહોંચે ત્યા સુધી આંદોલન ચલાવતા રહીશુ તો ખેડૂતોએ ઉપર પાણીના બગાડને રોકવા નર્મદા નિગમના જેતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતા પાણી ચોરી અટકાવવા આંખ આડા કરતા હોવાનુ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જો પાણી નહી પહોચે તો આંદોલન પર ઉતરી જવા જણાવ્યા બાદ કલેક્ટર પણ ખેડૂતોના પાણી પ્રશ્નને હલ કરવા નિષ્ફળ સાબિત થતા આજે હજારો ખેડૂતો રેલી કાઢી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા જ્યા કેનાલ કાંઠે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રીત થયા હોવા છતા તંત્ર ભરનિદ્રાંમાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને અનેક ખેડૂતો ખાલીખમ કેનાલમાં ઉતરી નારા લગાવી રામધુન બોલાવી હતી.
