મોરબીના નાગડાવાસ ગામે યુવાકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા ધીરૂભાઇ ભવાનભાઇ રાઠોડએ ગઈકાલે તા.૨૭ ના રોજ જુના નાગડાવાસ ગામની વાડીએ કોઇપણ કારણોસર ગળેફાસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.