મોરબી સીટી એ ડીવીઝનના પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ કાંટા તેમજ પો.કોન્સ અરજણભાઇ ગરીયાનાઓ ને ખાનગીરાહે બાતમી મળેલ વિશાલભાઇ ભરતભાઇ મકવાણા રહે. મોરબી મોચી શેરી વાળો પોતાના રહેણાક મકાને બહારથી માણસો ભેગા કરી જુગાર રમતા હોય જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી હતી.
બાતમી વાળી જગ્યાએ રેઇડ દરમ્યાન મકાનમાંથી ૯ ઇસમો વિશાલભાઇ ભરતભાઇ મકવાણા (રહે.મોરબી મોચી શેરી મોતી ભુવન), રાકેશાભાઇ બુધાભાઇ રાવ (રહે. મોરબી અશોકાલય હોન્ડાના શોરૂમ પાસે),તરૂણભાઇ નરશીભાઇ મારૂ (રહે. મોરબી વીશીપરા બાબા હનુમાનજીના મંદિર પાસે), કિશનભાઇ રમેશભાઇ કલા (રહે.મોરબી મોચી શેરી) હીરાભાઇ બાબુભાઇ માંગુડા (રહે. મોરબી વીશીપરા મેઇન રોડ પટેલ જીનના ખુણે), હાર્દિકભાઇ ભરતભાઇ મકવાણા (રહે.મોરબી મોચી શેરી મોતી ભુવન), વીજયભાઇ નાગજીભાઇ સવા (રહે.મોરબી વીશીપરા ચાર ગોડાઉનના ખુણા પાસે), અમીતભાઇ મનોજભાઇ રાતડીયા (રહે.મોરબી ભરવાડ શેરી મોચી ચોક), કુલદિપભાઇ ધીરૂભાઇ ચૌહાણ (રહે.મોરબી કુબેરનાથ રોડ મચી શેર) ને તીન પતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા મળી આવતા નવેય ઇસમોને રોકડ રૂ.૩૭૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી. મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુધ્ધ જુધા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. .