માળીયા તાલુકાના ખાખરેચી ગામે ઈન્દીરાવાસમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે ઈન્દીરાવાસમા તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ ભરતભાઈ રવજીભાઈ શંખેસરીયા, વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ સુરાણી, ભરતભાઈ વિઠ્ઠલભાઈ થરેસા (રહે. ખાખરેચી. તા. માળીયા (મી) ને રોકડ રકમ રૂ.૨૩૨૦ ના મુદ્દામાલ સાથે માળીયા (મી) તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.