Thursday, April 24, 2025

રસ્તા-પુલના કામો માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરતા બાંધકામ સમિતિના ચેરમેન તથા ધારાસભ્ય

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઇ લોરિયા જુદા જુદા રસ્તાના કામો અન્વયે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી,૧,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા, ગાળા – સાપર રોડ પરનું નાળુ રૂપિયા 3 કરોડના ખર્ચે પહોળું કરવા, વાઘપર બ્રીજ ના કામમાં વધુ નાલા મુકવા રજુઆત કરી, મોરબી સિરામિક અસોશિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ગાળાના યુવા ઉઘોંગપતિ સતિષભાઈ બોપલીયા સાથે ઉપસ્થિત હતા, આ કામ તુરતમાં હાથ ધરાશે, તેમજ નર્મદાની કેનોલો માંથી મોરબી -માળીયાના ગામોના ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા બચાવી લેવા પાણી
સમયસર પૂરતું ઉપલબ્ધ કરવા કરેલ રજુઆતનો પણ
હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો, અજયભાઇ લોરિયાની શહીદોના પરિવારને આર્થિક સહાય અને કોરોનામાં કરેલ સેવાથી બ્રિજેશભાઈએ નાયબ મુખ્ય મંત્રી અને મુખ્યમંત્રીને વાકેફ કરતા અજયભાઇને બંને મહાનુભાવોએ ધન્યવાદ સાથે આશીર્વાદ આપ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,268

TRENDING NOW