મોરબીના લાલપર રોડ પર આવેલ જય ભારત ટાઇલ્સ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર રોડ પર આવેલ જય ભારત ટાઇલ્સ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ કિશનકુમાર પ્રતાપભાઇ સંઘાર (રહે.ચિત્રોડા તા.રાપર જી.કચ્છ),હરદેવભાઇ ગોપાલભાઇ વઢલેકીયા (રહે.મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહનીબાજુમાં), મનસુખભાઇ અમરશીભાઇ બાબરીયા (રહે.મોરબી લીલાપરરોડ હોથીપીરની દરગાહની સામે) ને રોકડ રકમ રૂ. ૧૦,૬૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.