માળીયા (મી) પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલભાઇ લાવડીયા નાઓને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મીયણા શહેશાવલીના પાટીયા પાસે નેશનલ હાઇવે પર સી.એન.જી રીક્ષા નં- -GJ-03-AU-0557 (કિ.રૂ.૪૦,૦૦૦) માંથી ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી દિપકભાઇ પોપટભાઇ સતરોટીયા
(રહે-ભગવતીપરા શેરી નં-૫ શાળા નં-૪૩ ની બાજુમા રાજકોટ) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭૨ (કિં.રૂ. ૨૮,૫૦૦) સાથે પકડી પાડેલ છે. તથા અન્ય શખ્સ હુશૈનભાઇ આમદભાઇ ત્રાયા (રહે-ભગવતી પરા શેરી નં-ક રાજકોટ) નું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.