વાંકાનેરના વેલનાથપરા ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૮ ઈસમોનેં વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના વેલનાથપરા ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ શૈલેશભાઇ છનાભાઇ શંખેસરીયા, મનશુખભાઇ નરશીભાઇ બાબરીયા, તુષારભાઇ મનશુખભાઇ વડેચા, ભરતભાઇ છનાભાઇ પીપળીયા, લલીતભાઇ મનુભાઇ બાબરીયા, હાર્દીકભાઇ ગોવીંદભાઇ અસૈયા, રામજીભાઇ ભીખાભાઇ બાબરીયા, શીવરાજસિંહ રાજેંન્દ્રસિહ ( રહે. બધાં વેલાનાથપરા, વાંકાનેર) ને રોકડ રકમ રૂ. ૨૦,૩૫૦ ના મુદામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.