મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ કારખાનાની મજુરની ઓરડીમાં જુગાર રમતા ત્રણ ઇસમોનેં મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ કારખાનાની મજુરની ઓરડીમાં જુગાર રમતા ઈસમો, કમલેશભાઇ કરશનભાઇ પટેલ (રહે. રવાપર રોડ, નરસંગ સોસાયટી મોરબી-૦૧), રોહીતભાઇ મગનભાઇ કાલરીયા ( રહે. ઉમા ટાઉનશીપ, ઝરમર પેલેસ, મકાન નં.૪૦૨ મોરબી-૦૨) તથા ગુણવંતભાઇ નારણભાઇ આદ્રોજા (રહે. કેનાલ રોડ શીવપાર્ક સોસાયટી મકાન નં.૨૦૧, મોરબી-૦૧) નેં પોલીસે રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ. ૧૪,૩૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.