મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર ઉમીયાનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પતાપ્રેમીઓનેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉમીયાનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી દિપભાઇ જયેશભાઇ વસીયાણી, ચિરાગભાઇ ભગવાનજીભાઇ કલોલા, ભાવીકભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ ઓધવીયા, કેતનભાઇ ઉર્ફે ભાવુ ભવાનભાઇ લોરીયા (રહે બધાં રવાપર ધુનડા રોડ. મોરબી) નેં રોકડ રકમ રૂ. ૨૦૭૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.