મોરબીના વાવડી રોડ ઉપર રહેતો યુવાન ગત તા.૧૮ ના રોજ ઘરેથી ગૂમ થયા બાદ ગઈકાલે મચ્છુ – 2 ડેમના કિનારેથી મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરપાર્ક, મહેશ પાન વાળી શેરીમાં રહેતા
દિનેશભાઇ અવચરભાઇ ધુળકોટીયા રંગપર ગામની સીમમાં આવેલ એલ્વીગ્રેનાઇટો કારખાના કામ કરતા હતા અને તા.૧૮ના રોજ કારખાનેથી નોકરી કરી ઘરે પરત ન આવતા તેમના પત્ની શિલ્પાબેને પતિ ગુમ થયા હોવાની ગુમસુધા નોંધ કરાવી હતી. ગુમ થયેલ દિનેશભાઈની ત્રણ દિવસે મચ્છુ-૨ ડેમના કિનારેથી મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.