વાંકાનેરમાં આવેલી શાહબાવાની દરગાહ ખાતે યુવાન ગયેલ હોય ત્યારે તેમનો પુત્ર તેમને મળવા આવતા પાંચ શખ્સોએ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર ચંદ્રપુરમાં ગેલેક્સી સોસાયટીમાં રહેતા એજાજશા ઈકબાલશા શાહમદાર શાહબાવાની દરગાહ ખાતે ગયેલ હોય ત્યારે તેમનો પુત્ર તેમને મળવા આવતા આરોપી, આશીફશા નુરશા શાહમદાર, દાઉદશા જીવાશા શાહમદાર, અબ્દુલશા શીદીકશા શાહમદાર, જાવીદશા દાઉદશા શાહમદાર, શોહીલશા રફીકશા શાહમદાર (રહે. બધા વાંકાનેર શાહબાવાની દરગાહમા મીનારા શેરી) ને સારું નહિ લાગતા લાકડીથી હુમલો કરી ઇટના છુટા ઘા કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એજાજશા શાહમદારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.