Wednesday, April 23, 2025

હરીપર ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનનાં ઠાઠામા ઘુસી જતા કચ્છના ટ્રક ચાલકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર હરીપર ગામના પાટીયા નજીક હીરવા વે બ્રીજ પાસે કોઈ અજાણ્યા વાહનનાં ઠાઠામા ઘુસી જતા કચ્છના ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ કચ્છનાં વતની ઉદયભાઇ ચંદ્રકાન્તભાઇ શાહએ પોતાના ભાઈ મૃતક આરોપી ભરતભાઇ ચંદ્રકાન્તભાઇ શાહ (ઉં.વ.૩૬) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૪નાં રોજ ભરતભાઇ પોતાનો ટાટા કંપનીની 1109 ટ્રક નં- GJ-12-BX -3064 લઈ રાત્રીના આશરે સાડા ચારેક વાગ્યે જઈ રહ્યા હતા તે દરમ્યાન ટ્રક પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ભટકાઈ જતા ભરતભાઇનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે માળીયા પોલીસે ફરિયાદ પરથી ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,244

TRENDING NOW