મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા ઓરેવામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં મોરબી તથા રાજકોટથી ફાયરટીમ દોડી આવી હતી. અને આગને કાબુ કરવા પ્રત્યન શરૂ કર્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલ ઓરેવા અંજતામાં આજે વહેલી સવારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. સવારે ૪:૩૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે મોડલિંગ અને મેટેલાઇઝિંગ વિભાગમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. અને અચાનક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી મોરબી ફાયર વિભાગ અને રાજકોટ ફાયર ફાયટરની ટીમને મોરબી ખાતે બોલાવવામાં આવી હતી.
ઓરેવા કપંનીના માર્કેટિંગ વિભાગના હેડ દિપકભાઈ પારેખે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોલડિંગ વિભાગમાં આજે સવારમાં આગ લાગી હતી. અને હાલમાં આગમાં એક બિલ્ડિંગ બળીને ખાખ થય ગઈ છે. તેમજ શોર્ટ સર્કિટના કારણે આગ લાવી જેમાં અંદાજિત કરોડોનું નુકશાન થવા હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે હજુ સુધી આગ કાબુમાં ન આવી હોવાનું પણ જણાયું છે.