
હળવદ તાલુકાના માલીણીયાદ ગામે વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા ૪ ઝડપાયાં જ્યારે અન્ય ૪ ઈસમો નાશી છુટતા હળવદ પોલીસે તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માલીણીયાદ ગામે અરવિંદભાઈ મનજીભાઈ પટેલની વાડીમાં તીનપત્તીનો જુગાર આરોપીઓ અરવિંદભાઈ મનજીભાઈ સેલગામા, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભોજાભાઈ ડાભી જીવાભાઈ રેવાભાઈ ગુંડારીયા,(રહે ત્રણે માલણીયાદ ગામ તા. હળવદ) અશોકભાઈ દેવાભાઇ જરવરીયા(રહે. ધાંગધ્રા) નેં પોલીસે પકડી પાડેલ છે. જ્યારે નાશી છુટેલા ઇસમો ભુરાભાઇ વિનોદભાઈ દલવાડી હસુભાઈ દેવજીભાઈ દલવાડી, જયેશભાઇ વિઠ્ઠલભાઈ દલવાડી, ભરતભાઈ ઉર્ફે પંપો મોતીભાઈ પ્રજાપતિ (રહે બધાં માલીયાણ ગામ. તા. હળવદ) નેં ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
