
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ જિલ્લાના અધ્યક્ષ,મંત્રી અને સંગઠન મંત્રીની ઓનલાઈન મીટીંગમાં એકી અવાજે શિક્ષક સજ્જતા સર્વેક્ષણના સંપૂર્ણ બહિષ્કારનો હુંકાર
મોરબી: શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંતની ટીમ દ્વારા ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં 100 વ્યક્તિઓની મર્યાદાઓ હોય 100 કાર્યકતાઓ જોડાયા હતા.
જેમાં સૌ પ્રથમ અવનીબહેને પ્રાર્થનાથી મિટીંગનો શુભારંભ કરવામાં આવ્યો ઘનશ્યામભાઈ પટેલ પ્રાંત અધ્યક્ષે છેલ્લા થોડા દિવસના ઘટના ક્રમ વિશે અવગત કરતા જણાવ્યું કે, બાયસેગના માધ્યમથી સંગઠનને બદનામ કરવાનું જે કામ કર્યું છે. એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી અને રાજ્ય પરીક્ષા બોર્ડની મુલાકાત અને સચિવ સાથેના વાર્તાલાપની વાત કરી અને રજીસ્ટરમાં ત્રણ વ્યક્તિની સહી વગેરેની વાતો કરી ત્યારબાદ રતુભાઈ ગોળ દ્વારા તમામ જિલ્લાના રિવ્યુ લેવામાં આવ્યા તમામ જિલ્લાના અધ્યક્ષ મંત્રી,સંગઠન મંત્રીએ શિક્ષકોનો સુર વ્યક્ત કરતા જણાવ્યું કે તમામ જિલ્લાઓના 80 થી 90 ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. એ માટે શિક્ષકોના પ્રતિજ્ઞા પત્રો પણ તૈયાર કર્યા છે. તમામ જિલ્લામાંથી બાયસેગ દ્વારા સંગઠનનું અપમાન કર્યું છે. એ બાબતે નારાજગી વ્યક્ત કરેલ છે અને પ્રાંત ટીમ દ્વારા સર્વેક્ષણ બાબતે જે સ્ટેન્ડ લીધું છે એ બદલ પ્રાંત ટીમને ધન્યવાદ અને અભિનંદન આપ્યા હતા.
બધા જિલ્લા અને કોર્પોરેશનના રિવ્યુ બાદ ભીખાભાઈ પટેલ.અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે સંગઠન માટે આવનાર ભવિષ્ય માટે ટર્નીગ પોઈન્ટ સમાન છે, આપણે આપણા એલાનને પાછું ખેંચવાનું નથી,અન્ય સંગઠન અધિકારીઓ સાથે બેસી ગયા હોવાથી શિક્ષકોમાં ખુબજ અસંતોષ હોય શિક્ષકો શૈક્ષિક સંઘ સાથે જોડાઈ રહ્યા છે, અધિકારીઓ ક્લસ્ટર કક્ષાએ પેપર લે,શાળા કક્ષાએ લે કે ઘરે આપે પણ આપણો બહિષ્કાર એટલે બહિષ્કાર. આ બહિષ્કાર કરવાથી શિક્ષકો મજબૂત બનશે, ગમે તેવી લોભ લાલચ આપશે પણ આપણે પરીક્ષા આપવાની નથી,શિક્ષકો અને સી.આર.સી બી.આર.સી.ને પરીક્ષા નહિ આપવા સમજાવીશું, શિક્ષકોને હિંમત આપીશું, શિક્ષકોએ સર્વક્ષણનો સવિનય બહિષ્કારના લોગો બનાવીને ડી.પી.મુક્યા છે આ વખતે કસોટી આપીશું તો વારંવાર દર વર્ષે કસોટી આપવી પડશે માટે તમામે મક્કમ રહીને સંપૂર્ણ બહિષ્કાર જ કરવાનો છે.
આ સમયે મજબુત બનીને પરિસ્થિતિનો સામનો કરવાનો છે ભલે કલ્સટર કક્ષાએ પરિક્ષાનું આયોજન કર્યુ પણ કોઈ એક શાળામાં સી.સી.ટી.વી.કેમેરામાં જ લેશે એ કહે છે કે પેપરમાં શિક્ષકે નામ નથી લખવાનું પણ ટીચર કોડ લખવાનો છે જેના આધારે શિક્ષકોના ડેટા ફિટ થઈ જશે, નવી શિક્ષણ નીતિમાં પરીક્ષા લેવાની હોય એવી કોઈ જોગવાઈ નથી માટે જો આ વખતે જો પરીક્ષા આપશું તો દર વખતે પરીક્ષા આપવી પડશે માટે અભી નહિ તો કભી નહિ.સી.આર.સી.બી.આર. સી.સાથે સંપર્ક કરી એમને પણ સમજાવજો કે તમને પરીક્ષાનું સંચાલન સોંપે તો સંચાલન સ્વીકારતા નહિ અને પરીક્ષા પણ આપતા નહિ ત્યારબાદ ઘનશ્યામભાઈ પટેલે દ્રઢ નીર્ધાર સાથે જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પરીક્ષા છે. જેનું રિઝલ્ટ 24 તારીખે છે. એમને કહ્યું કે મારે જેલમાં જવું પડે તો જેલમાં જઈશ પણ પાછી પાની કરવાના નથી છતાં અડગ રહેવાનું છે. આપ સૌ બોલ્ડ રહેજો રાષ્ટ્રીય મહા સચિવ મોહનજી પુરોહિતે તમામ કાર્યકર્તાઓની હિંમતમાં વધારો કરતા જણાવ્યું કે પ્રાંત ટીમ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી,સી.આર.પાટીલને પત્રો લખી પરીક્ષાનો બહિષ્કાર કરવાનો સ્પષ્ટ મત આપી દીધો છે બહિષ્કાર માટે રાણા પ્રતાપ,બાપા રાવળ અને ઝાંસીની રાણી જેમ અડગ રહેવું પડશે. શિક્ષકોને સમજાવું પડશે કોઈ કોઈનું કંઈ બગાડી નહિ શકે માટે ડરો નહિ ઝુકો નહિ,જો સિલેક્ટ થઈને આવે છે.એની પરીક્ષા ન લેવાવી જોઈએ છેલ્લે પલ્લવીબેને કલ્યાણ મંત્ર બોલાવી મિટીંગ પૂર્ણ કરી, સમગ્ર મીટીંગનું સંચાલન રતુભાઈ ગોળ મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યું હતું.
