Thursday, April 24, 2025

ઈશ્વરનગર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 ઈસમોઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: એલ.સી.બી.મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાના માર્ગદર્શન અને સૂચના મુજબ પો.સ.ઇ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. એ દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ, દશરથસિંહ પરમારને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની બોરીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ ઇશ્વરનગર ગામે રહેતો આરોપી ચંદ્રકાંત દેવજીભાઇ પટેલની વાડીની ઓરડી પાસે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન આરોપીઓ ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા(રહે. ઇશ્વરનગર, તા.હળવદ), ધર્મેન્દ્રભાઇ વાસુદેવ ભાઇ માકાસણા (રહે ચરાડવા, આંબલીવાળી શેરી તા.હળવદ), હસમુખભાઇ પ્રભુભાઇ ગણેસીયા (રહે. કરાચી કોલોનીતા,હળવદ), ભરતગીરી રતીગીરી ગોસાઇ (રહે. વાણીયાવાડ, હળવદ), અરવિંદ મનજીભાઇ અંધારા (રહે.જેતપર, તા.મોરબી), રૂપેશ લક્ષ્મણભાઇ કલોલા (રહે, મોરબી, સામાકાઠે, સરસ્વતી સોસાયટી, શેરી નં.-૦૧,મોરબી), શાંતિલાલ નારણભાઇ હુલાણી, (રહે. કડીયાણા તા.હળવદ), ચમન ધનજીભાઇ બાવરવા(રહે. વાઘપર, તા), ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા (રહે. રોહીશાળા તા. માળીયા), ને રોકડ રૂપીયા રૂ.૨,૦૦૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૨૨૦૦૦/- મળી કુલ રૂ.૨,૨૨,૨૦૦/- ના મુદામાલ સાથે નવ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW