Wednesday, April 23, 2025

મોરબીમાં મહોરમના માતામના તહેવારમાં હુશેની રંગ છવાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહોરમના માતમનો તહેવાર શબીલ કમીટીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પાર્સલ સુવિધાઓ સાથે ન્યાઝ વિતરણ કરાય છે. તાજેતરમાં હઝરત આકા ઈમામ હુશેના ૭૨ પરીવારના સભ્યોએ સચ્ચાઈના રાહ પર અડગ રહેવા શહીદી વહોરી લીધી હતી ત્યારે મહોરમના માતમના મુસ્લીમ સમાજ દ્વારા હઝરત આકા ઈમામ હુશેનની યાદમાં દશ દિવસ સુધી શબીલોમાં ન્યાઝ વિતરણ તેમજ વાએઝ શરીફનું આયોજન કરવામા આવે છે.

ત્યારે મહોરમના માતમના તહેવારમાં મોરબી શહેરમાં ઠેર ઠેર શબીલોમા કોરોના મહામારીમાં સરકારની ગાઈડ લાઈનને ધ્યાને રાખી હઝરત ઈમામ હુશેનની યાદમાં યા હુશેનના નારાઓ સાથે સરબત ઠંડાપીણા દુધ કોલડિંગ અને અવનવી નાસ્તાની દરરોજ આઈટમો બનાવી ન્યાઝનુ વીતરણ કરવામાં આવી રહયુ છે જેમા મોરબી જુના એસ.ટી સ્ટેન્ડ પાસે સાલા ૧૯૮૩ થી હિન્દુ મુસ્લીમ એકતા સાથે શબીલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેમજ મચ્છીપીઠ જોન્સનગર ખાટકીવાસ સિપાઈવાસ વીશીપરા મકરાણીવાસ કાલીકાપ્લોટ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર શબીલો અને વાએઝ શરીફનું આયોજન કરી ન્યાઝા વીતરણ કરવામાં આવે છે જેમા હિન્દુ મુસ્લીમ સેવાભાવીઓ હોશભેર જોડાયને એકતાનું ઉદાહરણ પુરુ પાડી રહયા છે

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW