માળિયા: આજના જમાનામાં ખોટા ખર્ચા કરી અને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તો દરેક પ્રસંગે એક સુંદર મજાનો દાખલો બેસાડી જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા દ્વારા શાળામાં ભણતાં તમામ વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસની ઉજવણી બાબતે શાળાના દરેક વિદ્યાર્થીઓને નોટબુક, તેમજ બોલપેન આપી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રેરણાદાયી કાર્ય ખરેખર સન્માનને પાત્ર છે અને પ્રેરણારૂપી ઉદાહરણ છે . શાળાના શિક્ષકો હરદેવ ભાઇ કાનગડ ભાવેશભાઈ બોરીચા કેસુરભાઈ ચાવડા અને ચેતનભાઇ વોરા આ પ્રેરણાદાયી કાર્ય અને આવકારવામાં આવ્યો સાથો સાથ જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.