વેજલપર ગામે ૧૦૮ની ટીમે મહિલાને સફળ પ્રસુતિ કરાવી
માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે રહેતા એક સર્ગભા મહીલાને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા વેજલપર બસ સ્ટેન્ડ પાસે ૧૦૮ની ટીમના ડોકટરોએ રોડ ઉપર જ સફળ પ્રસુતિ કરાવીને માતા અને બાળકને નવી જિંદગી આપી વધુ સારવાર અર્થે જેતપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા સરકારની ૧૦૮ સુવિધા લોકો માટે આશીર્વાદરૂપ બની રહી હોય તેમ કપરી પરિસ્થિતિમાં અંતરિયાળ રણકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને અને બહારથી મજુરી કરતા ગરીબ પરીવાર માટે ઈમરજન્સી સમયે ૧૦૮ ફ્રી સેવા ખુબ મહત્વની સાબિત થઈ રહી છે.
ત્યારે માળીયાના જુનાઘાંટીલા ગામે રહેતા મનીષાબેન જીતેન્દ્રભાઈ બાબરીયા નામની સર્ગભા મહીલાને મોડીરાત્રે ૨:૦૦ વાગ્યાની આસપાસ પ્રસુતિનો અસહ્ય દુખાવો ઉપડતા જેતપર ૧૦૮ લોકશનને પ્રસુતિ અંગેનો કોલ કર્યો હતો જેથી જેતપર ૧૦૮ લોકેશનના ઈએમટી વિજયભાઈ દુધરેજીયા અને પાયલોટ જયદેવભાઈ જાડેજા તુરંત જ કોલ મુજબના સ્થળ પર રવાના થયા હતા જ્યા સ્થળ પર પહોંચતા મનીષાબેનને પ્રસુતિનો અસહ્ય દુખાવો હોય ૧૦૮ ટીમના ઈએમટી વિજયભાઈ દૂધરેજિયા દ્વારા ચેકઅપ બાદ તુરંત જેતપર હોસ્પિટલ જવા રવાના થયા હતા પરંતુ વેજલપર પાસે પહોચતા સગર્ભાની હાલત અંત્યત ખરાબ જણાતા આ કેસને હોસ્પિટલ પહોંચાડવો મુશ્કેલ જણાતા ૧૦૮ ટીમના વિજયભાઈ અને પાયલોટની સૂઝબૂઝથી રાત્રીના ૨:૩૦ વાગ્યે વેજલપર બસ સ્ટેન્ડ પાસે ૧૦૮ને થંભાવી દેવાઈ હતી.
અને વેજલપર ગામે રોડ ઉપર જ ૧૦૮ અંદર સગર્ભાને સફળ ડીલીવરી કરાવી હતી અને દિકરાનો જન્મ થયો હતો આ દરમિયાન મહીલાના લોહીની ટકાવારી ઓછી જણાતા બાળક અને મહીલાને વધુ સારવાર અર્થે ત્વરિત ૧૦૮ને જેતપર તરફ રવાના કરાઈ હતી જ્યા જેતપર સરકારી હોસ્પિટલમાં સમયસર પહોચી જતા ૧૦૮ સ્ટાફની કોઠાસૂઝથી બાળક અને માતા સ્વસ્થ અને નોર્મલ હોવાનુ ડોકટરોએ જણાવતા પરીવારજનોએ અને ૧૦૮ ટીમે હાશકારો લીધો હતો. વધુમાં નવજાત બાળકનુ વજન ત્રણ કીલો હોય હાલ માતા અને બાળકની તબિયત સારી સ્વસ્થ હોવાનુ ૧૦૮ સ્ટાફે જણાવ્યું હતું.
તેમજ મનીષાબેનને ૬ દિકરીઓ હોય દિકરાનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી આમ ઇમરજન્સી કેસ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ૧૦૮ એમ્બુલન્સ સેવા છેવાડાના લોકો સુધી પહોંચી દિવસ હોય કે રાત ઉનાળો હોય કે ચોમાસુ લોકોના જીવ બચાવવા ખડેપગે દોડી કામગીરી કરી રહી છે. જેમા વધુ પડતા અવારનવાર પ્રસુતિ અંગેના કોલ આવતા જ ૧૦૮ ટીમ સતત ખડેપગે રહી સ્થળ પર દોડી જઈને ૧૦૮ વાન દર્દી સુધી પહોંચી સારવાર કરી જીવ બચાવ્યા હોવાના અનેક કિસ્સા ચોપડે બોલે છે જે ૧૦૮ ટીમની પ્રસંશનીય ઉમદા કામગીરીની સાથે માનવતા મહેકાવી ૧૦૮ સ્ટાફ ધન્યવાદને પાત્ર બન્યા છે.