વાંકાનેરમાં ડોક્ટરના ઘરમાંથી થેયલ 13 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપીને જુનાગઢથી ઝડપી લેતી મોરબી LCB
વાંકાનેર પરમસાયખ હોસ્પીટલના ડોકટરના રહેણાંક મકાનમાં રોકડ રૂ.૧૨,૮૫,૦૦૦ની ચોરીની ઘટના બની હતી. જ્યારે આ અંગે ફરિયાદ નોંધાતા જ મોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ડોક્ટરના સગા સાળા અને તેના મિત્રને જુનાગઢથી દબોચી લીધા હતા.
મળતી વિગતો મુજબ ગત તા.૮ના રોજ ડો.સાજીદભાઈ હસનભાઈ પાસલીયા (રહે, વાંકાનેર પીર મસાયખ હોસ્પીટલના ઉપરના માળે જિ.મોરબી મુળ રહે શાપુર દરવાજા બંદરરોડ માંગરોળ જી.જુનાગઢ) વાળાના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ઇસમોએ મેઇન દરવાજાની ડુપ્લીકેટ ચાવી દ્વારા તાળું ખોલી કબાટના ખાનામાં રાખેલ રોકડા રૂ.૧૩,૦૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલાની ફરીયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી.
જેથી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ એલસીબી ટીમને જવાબદારી સોંપતા પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પી.એસ.આઇ એન.બી.ડાભી તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની વીઝીટ કરી જરૂરી સાહેદોની પુછપરછ કરી આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ ટેકનીકલ માધ્યમથી તપાસ કરેલ દરમ્યાન એલ.સી.બીના ASI સંજયભાઇ પટેલ, HC ચંદુભાઇ કાણોતરા, PC, વિક્રમભાઇ કુંગસીયાને બાતમી મળેલ કે, સદર ગુનો ફરીયાદીના સાળા અવેશ ઇકબાલભાઇ આમદભાઇ કોતલએ આચરેલ હોવાની બાતમી મળેલ હતી.
જેથી તાત્કાલીક એલસીબી ટીમ બનાવી જુનાગઢ ખાતે મોકલતા ફરીયાદીના સાળા અવેશ ઇકબાલભાઇ આમદભાઇ કોતલ (રહે. જુનાગઢ સાબરીન સોસાયટી અગ્રાવત હોસ્પીટલ પાસે અકશા પેલેસ પેલો માળ, બ્લોક-૧૦૩ તા.જી.જુનાગઢ) તથા તેના મીત્ર સાકીરભાઇ સાઓ કાદરભાઇ હસનભાઇ દુરવેશ (રહે.જુનાગઢ મેમનવાડા ચીતાખાના ચોક પાસે સીંગાપુર મંજીલની સામે તાજી.જુનાગઢ)ને જુનાગઢથી ઝડપી લીધા હતા.
આરોપીને મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી તેઓ બન્નેની ગુના સબંધીત જીણવટભરી રીતે પુછપરછ કરતા ઉપરોકત ગુનો તેઓ બન્નેએ આચરેલાની કબુલાત આપી ચોરી કરેલ મુદામાલ રોકડા રૂપીયા તેઓએ ચોરી કર્યા બાદ વાંકાનેર મચ્છુ નદીના પટ્ટમાં દાટી સંતાડી રાખેલ હોવાની કબુલાત આપતા તેઓ બન્નેને સાથે રાખી તેઓને જણાવ્યા મુજબનો મુદામાલ રોકડા રૂપીયા વાકાનેર મચ્છુ નદીના પટ્ટમાંથી કાઢી આપતા કબજે કરી બન્ને આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીની ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામે પકડાયેલ આરોપી અવેશ ડો.સાજીદભાઈનો સગો માળો થાય છે. જે પ્રાઇવેટ સ્કુલમાં સ્કુલ વાહન ચલાવતો હોય પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી તે સ્કુલ વાહન લોકડાઉનના કારણે બંધ હોય તેમજ તેણે પોતાનું જીવન ગુજરાન ચલાવવ સારૂ પર્સનલ લોન લીધેલ હોય જેના હપ્તા નહીં ભરાતા હોય અને પોતાના બનેવી ડોકટર હોય જેથી તેના રહેણાંક મકાનમાં રોક્ડ રકમ હોવાની વિગતથી પરીચીત હોય જેથી પોતાના મીત્ર સાથે આવી મકાનની રેકી કરી આ ચોરીને અંજામ આપેલ છે.