મોરબી જેવા વાઇબ્રન્ટ તાલુકા ના બ્લોક રિસોર્સ સેન્ટર માં શિક્ષણ ની અનેકવિધ પ્રવૃતિઓ અને તાલીમ કાર્યક્રમો યોજાતા હોય છે. જે અંતર્ગત બી.આર.સી કો ઓર્ડીનેટર અને સી.આર.સી કો.ઓર્ડીનેટર અને બ્લોક MIS , BRP ના રોલ ખૂબ જ મહત્વના રોલ ધરાવે છે. જે અંતર્ગત બી.એડ.ના તાલીમાર્થીઓ ને પણ બી.આર.સી ભવનની કામગીરી તેમજ તેના અલગ અલગ વિભાગો નો પરિચય મળી રહે એ માટે ઓમ વિદ્યાવાસીની બી.એડ. કોલેજ અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ કોલેજ દ્વારા દેશ ના ભાવિ શિક્ષકો એવા તાલીમાર્થીઓને રૂબરૂ માર્ગદર્શન મળે એ માટે ભવન ની રૂબરૂ મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.

સી.આર.સી કો ઓ ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા એક કો.ઓર્ડીનેટરની શિક્ષણ અને મોનીટરીંગમાં શુ ભૂમિકા હોય છે એની વિશદ છણાવટ કરવામાં આવી.
ત્યારબાદ બી.આર.સી કો ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા બી.એડના તાલીમાર્થીઓને એક પ્રભાવશાળી અને 21મી સદીના બાળકો સામે બોરિંગને બદલે interesting શિક્ષક બનવા માટે જરૂરી અગાધ વાચન, ટેકનોલોજી ફ્રેન્ડલી બનવાના મેસેજ સાથે fastest finger first ની તર્જ પર શૈક્ષણિક પ્રશ્નોની કવિઝ રમાડવામાં આવી.જેમાં સૌ એ ઉત્સાહભેર ભાગ લીધો.

આ કાર્યક્રમને રસપ્રદ અને જ્ઞાનસભર બનાવવા માટે સી.આર.સી કો ચંદ્રકાન્ત ભાઈ દ્વારા “મહાનુભાવોને એમના અવાજ પરથી ઓળખો’ એ એક્ટીવીટી દ્વારા તાલીમાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવી અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કઈ રીતે ઝકડી રાખવા એનો લાઈવ ડેમોનું નિદર્શન કરાવ્યું..
બી.એડ કોલેજ સ્ટાફ ભગીરથસર, ભરત સર, શૈલેષ સર તથા મિતાબેન દવે સાથે બી.એડ ના તાલીમાર્થીઓ એ IED વર્ગ ની પણ મુલાકાત લીધી અને દિવ્યાંગ બાળકો ની સાઈન લેન્ગવેજ બ્રેઇલ લિપિ તેમજ રિસોર્સ રૂમ વિશે જાણ્યું.
આ તકે બી.એડ કોલેજ ના આચાર્ય કેતનભાઈ જોશી તથા તાલીમાર્થીઓ ના માર્ગદર્શક સમગ્ર સ્ટાફ અને તાલીમાર્થી બેન દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા બદલ બી.આર.સી ચિરાગભાઈ, સી.આર.સી ચંદ્રકાંતભાઈ તેમજ બ્લોક MIS અભિજીતસિંહ રાણાનું આભાર દર્શન કરવામાં આવ્યું.