વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય ૬ ઈસમો નાશી છુટતા વાંકાનેર તાલુકા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ભીમગુડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી તીનપતીનો જુગાર રમતા જગદીશભાઈ બચુભાઈ કલોલા, સવજીભાઈ તેજાભાઈ વીંજવાડીયાને રોકડા રૂ. ૨૨,૭૦૦/ સાથે ઝડપી પાડ્યા હતાં તો દરોડા દરમ્યાન આરોપીઓ અનીલભાઇ રણછોડભાઈ રાતોજા, પરબતભાઇ લક્ષ્મણભાઈ વીંજવાડીયા, મનસુખભાઈ કુકાભાઈ ચારલા, જીતો લાખાભાઇ વીરસોડીયા, લાલજીભાઈ વેલજીભાઈ બાવરવા તથા અજયભાઈ વાઘજીભાઈ વિઝવાડીયા એમ કુલ છ ઈસમો નાશી છુટ્યા હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.