મોરબી: રવાપર રોડ પર આવેલા એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ મુળ દાહોદનાં વતની અને હાલ રવાપર રોડ પર રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઈ માનસિંગભાઈ પટેલ (ઉં.વ.૨૪) નામનો યુવાન ગત તા. ૯ જુલાઈનાં રોજ રાત્રે બારેક વાગ્યે એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી પડી જતાં તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરતાં ત્યાથી સારવાર અર્થે અમદાવાદ લઈ જતાં તા.૧૩-૦૭-૨૦૨૧ જુલાઈનાં રોજ ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.