હળવદ તાલુકાના મયુરનગર ગામે ખાતરના ગોડાઉન પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયાં જ્યારે અન્ય બે શખ્સો નશી છુટતા હળવદ પોલીસે તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના મયુરનગર ગામે ખાતરના ગોડાઉન પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી લાલજીભાઈ જલાભાઈ થરેશા ( રહે. જુનાં ધનાળા તા. હળવદ), નવીનભાઈ મનસુખભાઈ બાવરવા (રહે. ઘુંટુ તા. મોરબી), કાળુભાઇ નાગરભાઈ શીરીયા, મનસુખભાઈ ધનજીભાઈ ડાભી, ગોંવીદભાઈ સુખાભાઈ આહીર, રાણાભાઇ રૈયાભાઈ રાવળદેવ (રહે. ચારેય મયુરનગર તા. હળવદ) ત્રીભોવનભાઈ ઉર્ફે વિરૂ જયંતીભાઈ ઝીંઝુવાડીયા (રહે. ધનાળા. તા. હળવદ), હાસમભાઈ કાસમભાઈ શેખ (રહે. મોચી બજાર હળવદ) નેં પોલીસે રેઇડ કરી પકડી પાડેલ છે જ્યારે અન્ય બે શખ્સો ઈરફાનભાઈ હુસેનભાઇ કાલાવાડીયા તથા રણજીતભાઈ માનસીંગભાઈ દેવીપુજક (રહે બંને મયુરનગર) નાશી છુટતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કુલ રોકડ રકમ રૂ. ૪૮૦૦ નો મુદ્દામાલ પકડી પાડેલ છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.