(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: હાલ જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની સરકારને ૫ વર્ષનો સમય ગાળો પુર્ણ થઈ ગયો છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા ગુજરાતના તમામ જીલ્લા તાલુકા ગામડાઓમાં સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસના કામો માટે સરકાર દ્વારા દરેક શહેર દરેક ગામને પોતાના ગામના વિકાસ માટે સરકાર દ્વારા પૂરતી સેવા આપવામાં આવી રહી છે. ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં જન અધિકાર રેલી યોજવામાં આવી હતી.
જેમાં ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને જન અધિકાર રેલીમાં ભ્રષ્ટાચાર તેમજ રોજગારી, આર્થિક શોષણ, મોંઘવારી જેવા અનેક મુદ્દાઓને લઈને હળવદ કોંગ્રેસ દ્વારા જન અધિકાર રેલી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસ શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, તાલુકા પ્રમુખ ડો.કે એમ રાણા, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ હેમાંગભાઈ રાવલ, નગરપાલિકા સભ્ય દિનેશભાઈ મકવાણા, વૈભવભાઈ જોષી, હિમાંશુ મહેતા તેમજ બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અભિયાનમાં જોડાયા હતા.
અને ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. ચાલુ અભિયાનમાં હળવદ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અને વિરોધ પ્રદર્શનને લાંબુ ચાલવા દેવામાં આવ્યું ન હતું. જેથી અનેક કાર્યકર્તાઓ રોષે ભરાયાં હતાં. અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
