મોરબીના વીસીપરા રણછોડનગર નજીક છરી સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા રણછોડનગર નજીક અમરેલી રોડ પર આરોપી નુરઅલીભાઈ વલીમામદભાઈ મોવર (રહે. વીસીપરા અમરેલી રોડ મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.