મોરબી: પરાબજાર સામે SBI બેન્ક સામે ત્રીકોણબાગ પાર્કીંગમાથી બાઈક ચોરાઈ હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શાપર ગામે રહેતા મહીપાલસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૩)નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં- GJ-36-Q-3896 (કીં.રૂ. ૫૦,૦૦૦) વાળું મોરબી પરાબજાર SBI બેન્ક સામે ત્રીકોણબાગ પાર્કીંગમાથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.