Wednesday, April 23, 2025

કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

સામાજિક સેવાકીય પ્રવૃતિઓથી જે.પી.જાડેજાએ બનાવ્યું છે લાખો ચાહકોનાં હૃદયમાં સ્થાન.

રાજકોટ : જેને ગુજરાત રાજપૂત (ક્ષત્રિય)સમાજની શાન કહેવામાં આવે છે. તેવા શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા નો આજેજ્મદિવસ છે. ગોંડલ તાલુકાના વતની અને વિદ્યાર્થીકા થી જ સામાજિક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર જે.પી. જાડેજાએ અનેક સંસ્થાઓ- સંગઠનો માં કાર્ય કરીને પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો છે. અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલ કોઈપણ સમાજના આમ નાગરિક માટે જે. પી. જાડેજા એ સૌથી મોટું આશ્રયસ્થાન છે.

પોતાની આગવી બુદ્ધિપ્રતિભા અને અદમ્ય સાહસવૃતિના કારણે તેમણે આજે ગુજરાતના લાખો લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિજ્ઞાનના સ્નાતક એવા જે. પી. જાડેજાએ શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ દરજ્જે ગુજરાતમાં સંગઠનને સર્વાધિક લોકપ્રિય બનાવ્યું છે. જે. પી. જાડેજાને રાજસ્થાનમાં સમાગૌરવ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજમાં બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મદિને તેમને તેમના (મોબાઈલ નંબર ૯૮૨૫૩૦૦૦૯૭) પર દેશ-વિદેશમાંથી લાખો ચાહકો દ્વારા શુભેચ્છા સંદેશાઓનો ધોધ વરસી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW