ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરાશે
મોરબી: રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લામાં શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે માળિયા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા ખાતે રૂ.૭.૯૪/- કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇટીઆઇ તેમજ ટંકારા ખાતે તૈયાર થયેલ રૂ.૭.૨૨/- કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇટીઆનું લોકાર્પણ થવાનું છે. જેમા માળીયા આઈટીઆઈના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ઔદ્યૌગિક તાલીમ સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.