મોરબીના શકતશનાળા ગામમાં રહેણાંક મકાનમાં છુપાવેલ અંગ્રેજી દારૂની 60 બોટલો સાથે બે ઈસમને મોરબી એલસીબીએ દબોચી લીધા છે.
મોરબી એલસીબીના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે શકતશનાળા ગામેથી આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંકમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો નંગ.૬૦ (કિ.રૂ.૪૯૨૦૦)ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જે અંગ્રેજી દારૂનો જથ્થો આરોપી ધર્મેન્દ્રસિંહ છનુભા ઝાલા (રહે.શકતશનાળા)નો હોય અને તેઓ બન્ને ભાગીદારીમાં આ દારૂ વેચાણ કરતા હોય જે બન્ને આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ મોરબી સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.